તમને કેટલીકવાર પ્રશ્ન મૂંઝવે છે: ‘હું આમ કેમ વરત્યો ?’ સાચી વાત છે. એને બદલે નોખી રીતે વર્તન કર્યું હોત તો કેટલાક નુકસાનમાંથી અચૂકપણે ઊગરી જાત.
તમને ઘણીવાર સવાલ થાય છે. ‘લોકો મારી સાથે આમ કેમ વરતે છે ? તેમની સાથે તે કંઈ રીતે કામ પાર પાડવું?’ ખરી વાત. એનો રસ્તો તમે જાણવા માંગો છો.
આવી, રોજબરોજની અસંખ્ય સમસ્યાઓના ઉકેલ ડૉ. એરિક બર્ને રચેલ શાસ્ત્ર ‘ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ’માંથી સાંપડે છે. ડૉ. એરિક બર્ન, ફોઈડ પછી દુનિયાએ જોયેલા સૌથી મોટા ગજાના મનોવૈજ્ઞાનિક છે. તેમણે રચેલા આ શાસ્ત્રની ચર્ચા દુનિયાભરમાં થતી રહી છે.
તેમનાં પાંડિત્યપૂર્ણ સંશોધનોનો આધાર લઈ, ટેકનિકલ સંજ્ઞા તથા માહિતીઓને ગાળી નાખી, અત્યંત સરળ ભાષામાં સ્વતંત્રપણે રચાયેલો ગ્રંથ છે… આઈ એમ ઑકે, યૂ આર ઑકે
આ ગ્રંથમાં વનરાજ માલવીએ ગુજરાતી પ્રજા અને ગુજરાતી સમાજ – રચનાને લક્ષમાં રાખી, માનવીય વર્તનની આંટીઘૂંટી તથા તે હલ કરવાના પ્રશ્નો સમજાવ્યા છે, અને તેના ઉકેલો પણ સાથે બતાવ્યા છે.
આ જ નામથી અંગ્રેજીમાં પ્રગટ થયેલ. આ જ વિષયના પુસ્તક ‘આઈ એમ ઓકે, યુ આર ઑકે’ની અંગ્રેજીમાં લાખો ને લાખો પ્રત વેચાઈ છે. અનેક લોકોના જીવનમાં અને વ્યવહારમાં તેથી પલટો આવ્યો છે.
આ પુસ્તકનું વાચન – મનન અને તેમાં આપેલા વ્યવહારુ ઉકેલો તમારું જીવન બદલી નાખશે તેનો અમને વિશ્વાસ છે.
₹375.00
Reviews
There are no reviews yet.