Original price was: ₹375.00.Current price is: ₹337.50.

HAKARATMAK MANO CHABI RACHO, BHUTKALIN…

હકારાત્મક મનોછબી રચો, ભૂતકાલીન પડછાયાથી બચો

Compare
9789352371754 ,

Meet The Author

"વનરાજ માલવી ગુજરાતી સાહિત્યમાં વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેમના પુસ્તકોએ હજારો ગુજરાતીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે. તેઓ માત્ર લેખક નથી, પરંતુ એક પ્રેરણાસ્ત્રોત છે જે પોતાના શબ્દો દ્વારા લોકોને આત્મવિશ્વાસ કેળવવા, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. વનરાજ માલવીના લેખનની મુખ્ય વિશેષતા તેની સરળતા, સ્પષ્ટતા અને વ્યવહારિકતા છે. તેઓ જટિલ વિષયોને પણ સહેલાઈથી સમજી શકાય તેવી ભાષામાં રજૂ કરે છે. તેમના પુસ્તકો માત્ર સિદ્ધાંતો જ નથી શીખવતા, પરંતુ વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા વાચકોને માર્ગદર્શન પૂરું પાડે છે. આત્મવિશ્વાસ વધારવો, સકારાત્મક વિચારસરણી, સંબંધો સુધારવા, અને સમય વ્યવસ્થાપન જેવા વિષયો તેમના લેખનના કેન્દ્રમાં હોય છે. વનરાજ માલવીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનો ગુજરાતી વાચકો સાથેનો ઊંડો નાતો અને તેમની જરૂરિયાતોને સમજવાની ક્ષમતા છે. તેમના લખાણો હંમેશા વાચકોમાં આશા અને ઉત્સાહ ભરે છે, તેમને પોતાની જાતને સુધારવા અને સંતોષકારક જીવન જીવવા માટે પ્રેરિત કરે છે."

આપણે સૌએ એક વાત સ્વીકારી છે : માણસ તો જ એના જીવનમાં સફળ નીવડી શકે, જો તે ‘પોઝિટિવ થિંકિંગ’ને અપનાવે. દેખીતું છે કે તમે નકારાત્મક વિચારો કરો તો હકારાત્મક પરિણામો નહિ જ મેળવી શકો.
અનેક લોકોની ફરિયાદ સાંભળવા મળતી રહી છે કે ‘અમે સતત પોઝિટિવ થિંકિંગની અજમાયશ કરતા રહ્યા છીએ, તોપણ તે થકી કોઈ લાભનો અનુભવ થતો નથી. અમારા પ્રયત્નોમાં એવા સફળ નીવડી શક્યા નથી.’ એ પરથી એક પ્રશ્ન ઊઠે છે : ઘણા કિસ્સામાં પોઝિટિવ થિંકિંગ કેમ ઉપકારક થઈ શકતું નથી? તેમાં એવું તે શું ખૂટે છે કે માણસ પોતાની કુદરતદત્ત પ્રવીણતા કે આવડતનો ઉપયોગ કરતો નથી? એ ત્યાં કેમ કાચો પડે છે?
આનો ઉકેલ આપણને મનોવૈજ્ઞાનિક વિદ્વાનો પાસેથી મળવા પામ્યો છે. તે છે : ‘સેલ્ફ ઈમેજ અથવા મનોછબી’. માણસે પોતાના મનમાં, પોતાને વિશે કેવી છબી ઊપસાવી છે? એ માણસ પોતાને વિશે કેવો અભિપ્રાય ઘડતો રહ્યો છે?
માણસમાં પોતાને વિશે નબળી મનોછબી સર્જાઈ હોય તો, મોટા ભાગે, તેને માટે તે જવાબદાર હોતો નથી. તેની આસપાસના અનેક સંજોગોએ તેમાં મોટો ફાળો આપ્યો હોય છે.
તમારી મનોછબીની રચના કરવામાં તમને ભૂતકાળમાં થયેલા અનુભવો મહત્વનો ફાળો ભજવે છે. તમારા ભૂતકાળને કારણે તમારી મનોછબી નકારાત્મક ઢબે રચાઈ હોય તો તેની હકારાત્મક ઢબે રચના કઈ રીતે થઈ શકે તેનાં સંખ્યાબંધ સૂચનો ‘હકારાત્મક મનોછબી રચો, ભુતકાલીન પડછાયાથી બચો’ પુસ્તકના પાને પાને મળી આવશે.
તો આજે જ આ પુસ્તકમાં આપેલ પ્રયોગોનો અમલ કરો અને તમારી મનોછબીને હકારાત્મક બનાવી સફળતાના પંથે પ્રગતિ કરો.

Reviews

There are no reviews yet.

Be the first to review “HAKARATMAK MANO CHABI RACHO, BHUTKALIN…”

Your email address will not be published. Required fields are marked *

Open chat
Hello

Select at least 2 products
to compare