આપણે સૌએ એક વાત સ્વીકારી છે : માણસ તો જ એના જીવનમાં સફળ નીવડી શકે, જો તે ‘પોઝિટિવ થિંકિંગ’ને અપનાવે. દેખીતું છે કે તમે નકારાત્મક વિચારો કરો તો હકારાત્મક પરિણામો નહિ જ મેળવી શકો.
અનેક લોકોની ફરિયાદ સાંભળવા મળતી રહી છે કે ‘અમે સતત પોઝિટિવ થિંકિંગની અજમાયશ કરતા રહ્યા છીએ, તોપણ તે થકી કોઈ લાભનો અનુભવ થતો નથી. અમારા પ્રયત્નોમાં એવા સફળ નીવડી શક્યા નથી.’ એ પરથી એક પ્રશ્ન ઊઠે છે : ઘણા કિસ્સામાં પોઝિટિવ થિંકિંગ કેમ ઉપકારક થઈ શકતું નથી? તેમાં એવું તે શું ખૂટે છે કે માણસ પોતાની કુદરતદત્ત પ્રવીણતા કે આવડતનો ઉપયોગ કરતો નથી? એ ત્યાં કેમ કાચો પડે છે?
આનો ઉકેલ આપણને મનોવૈજ્ઞાનિક વિદ્વાનો પાસેથી મળવા પામ્યો છે. તે છે : ‘સેલ્ફ ઈમેજ અથવા મનોછબી’. માણસે પોતાના મનમાં, પોતાને વિશે કેવી છબી ઊપસાવી છે? એ માણસ પોતાને વિશે કેવો અભિપ્રાય ઘડતો રહ્યો છે?
માણસમાં પોતાને વિશે નબળી મનોછબી સર્જાઈ હોય તો, મોટા ભાગે, તેને માટે તે જવાબદાર હોતો નથી. તેની આસપાસના અનેક સંજોગોએ તેમાં મોટો ફાળો આપ્યો હોય છે.
તમારી મનોછબીની રચના કરવામાં તમને ભૂતકાળમાં થયેલા અનુભવો મહત્વનો ફાળો ભજવે છે. તમારા ભૂતકાળને કારણે તમારી મનોછબી નકારાત્મક ઢબે રચાઈ હોય તો તેની હકારાત્મક ઢબે રચના કઈ રીતે થઈ શકે તેનાં સંખ્યાબંધ સૂચનો ‘હકારાત્મક મનોછબી રચો, ભુતકાલીન પડછાયાથી બચો’ પુસ્તકના પાને પાને મળી આવશે.
તો આજે જ આ પુસ્તકમાં આપેલ પ્રયોગોનો અમલ કરો અને તમારી મનોછબીને હકારાત્મક બનાવી સફળતાના પંથે પ્રગતિ કરો.
₹375.00
Reviews
There are no reviews yet.