આજે આપણા દેશના ઉદ્યોગપતિઓ પોતાના વ્યાપારનો વ્યાપ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકસાવે છે. આપણો દેશ દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આપણી અર્થવ્યવસ્થાને વધારે ને વધારે આગળ ધપાવવા માટે નવા નવા આઈડિયા સાથે સ્ટાર્ટઅપ શરૃ કરવા સૌથી વધારે જરૃરી છે. આ સંજોગોમાં આજે અનેક યુવકો નોકરીનું શરણું શોધવાને બદલે ઉદ્યોગોના ક્ષેત્રમાં ઝંપલાવવા થનગની રહ્યા છે.
આવા સાહસી યુવાનોને પ્રેરણા મળે તે હેતુસર આ પુસ્તકમાં એવા ઉદ્યોગપતિઓની વાત છે જેમણે શૂન્યમાંથી સર્જન કરીને પોતાના વ્યવસાયને સમગ્ર દુનિયામાં ફેલાવેલો છે. આ ઉદ્યોગપતિઓ સફળ કેમ થયા ? તેમની કામ કરવાની પદ્ધતિ શું હતી? તેમણે અલગ અલગ પરિસ્થિતિઓમાં કેવા નિર્ણયો લીધા… આવી અનેક બાબતો દર્શાવી છે જે એવા નવયુવાનો કે જેઓ નવા સ્ટાર્ટઅપમાં રસ દર્શાવે છે તેમને ખૂબ જ ઉપયોગી નીવડશે એમાં કોઈ શક નથી.
Reviews
There are no reviews yet.