બૉક્સની બહાર વિચારવાની ક્રાંતિ: અસલી સફળતા અને આઝાદીનું મેન્યુઅલ
શું તમને લાગે છે કે તમારું જીવન માત્ર બિલ ભરવા અને વીકેન્ડની રાહ જોવા માટે જ છે? દુનિયાના 95% લોકો એક અદૃશ્ય ‘બોક્સ’ માં જન્મે છે અને તેમાં જ જીવન વિતાવી દે છે. આ બોક્સ એટલે સમાજની દેખાદેખી, 9 થી 5 ની ઉંદર-દોડ અને આખી જિંદગી ચાલતો EMI નો થકવી નાખનારો ચક્રવ્યૂહ, જેને લોકો ભૂલથી ‘સફળતા’ માની બેસે છે.
‘Think આઉટસાઈડ The બોક્સ’ એ કોઈ સામાન્ય પુસ્તક નથી, પરંતુ ભીડમાંથી બહાર આવીને આર્થિક અને માનસિક આઝાદી મેળવવાની માર્ગદર્શિકા છે. જ્યારે લોકો અમીર ‘દેખાવા’ માટે પોતાનું સ્વાસ્થ્ય અને પરિવારનો અમૂલ્ય સમય વેચી રહ્યા છે, ત્યારે આ પુસ્તક તમને સાચી સંપત્તિનું જ્ઞાન આપશે.
આ પુસ્તક તમને શું શીખવશે:
આર્થિક સ્વતંત્રતા: પૈસાને તમારો સેવક કેવી રીતે બનાવવો, જેથી તમારે ક્યારેય તેના ગુલામ ન બનવું પડે.
સમયની કિંમત: આદતોના વિજ્ઞાન, કમ્પાઉન્ડિંગના જાદુ અને ઓટોમેટિક સિસ્ટમ દ્વારા તમારો અમૂલ્ય ‘સમય પાછો ખરીદવાની’ કળા.
સાર્થક જીવન: બહાના કાઢવાને બદલે રસ્તો બનાવવાની માનસિકતા અને માત્ર સફળ જ નહીં, પણ સાર્થક જીવન જીવવાનો દૃષ્ટિકોણ.
બોક્સની બહાર વિચારો અને આજે જ એક એવા અજેય જીવનની શરૂઆત કરો જેના તમે ખરા હકદાર છો!


Reviews
There are no reviews yet.