New

Original price was: ₹350.00.Current price is: ₹315.00.

THE RICHEST MAN IN BABYLON

ધ રિચેસ્ટ મેન ઈન બેબિલોન

, 9789347073786

Meet The Author

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો પાસે હંમેશાં પૂરતા પૈસા કેમ હોય છે, જ્યારે અન્ય લોકો સતત આર્થિક સંકડામણમાં જીવતા હોય છે? ખાલી ખિસ્સાને ભરેલું કેવી રીતે રાખવું અને કાયમી આર્થિક સ્વતંત્રતા કેવી રીતે મેળવવી, તેનું અદભુત સિક્રેટ પ્રાચીન શહેર બેબિલોનના ખંડેરોમાં છુપાયેલું હતું.
જ્યોર્જ એસ. ક્લાસન દ્વારા લિખિત ‘ધ રિચેસ્ટ મૅન ઇન બેબિલોન’ માત્ર એક પુસ્તક નથી, પરંતુ આર્થિક સફળતાનો એક સનાતન નકશો છે. આ પુસ્તક તમને કોઈ જટિલ ફાઇનાન્સિયલ ફોર્મ્યુલા નથી શીખવતું, પરંતુ રસપ્રદ અને હૃદયસ્પર્શી વાર્તાઓ દ્વારા સંપત્તિના એવા સરળ નિયમો સમજાવે છે જે હજારો વર્ષ પહેલાં પણ કામ કરતા હતા અને આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આ પાનાઓમાંથી તમે શીખશો કે તમારી કમાણીનો એક હિસ્સો કાયમ માટે તમારો કેવી રીતે બનાવવો, બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ મેળવીને દેવાની જાળમાંથી કેવી રીતે મુક્ત થવું અને તમારા બચાવેલા નાણાંને કામે લગાડીને તેમાંથી વધુ સંપત્તિ કેવી રીતે ઊભી કરવી. આ ઉપરાંત, તમારા પરિવારના ભવિષ્યને આર્થિક રીતે કેવી રીતે સુરક્ષિત કરવું તેનું ઉત્તમ માર્ગદર્શન પણ તમને આમાંથી મળશે.
જો તમે તમારી આર્થિક પરિસ્થિતિ બદલવા માંગતા હોવ, ધનવાન બનવાના સાચા નિયમો સમજવા માંગતા હોવ અને તમારા સપનાઓને હકીકતમાં ફેરવવા માંગતા હોવ, તો દુનિયાભરના લાખો લોકોના જીવન બદલી નાખનાર આ ક્લાસિક માસ્ટરપીસ તમારે વાંચવી જ રહી. આજથી જ શરૂઆત કરો અને તમારી આર્થિક સમૃદ્ધિના દરવાજા ખોલો!

Reviews

There are no reviews yet.

Be the first to review “THE RICHEST MAN IN BABYLON”

Your email address will not be published. Required fields are marked *