Original price was: ₹250.00.Current price is: ₹225.00.

SHREE RADHAVATAR

શ્રીરાધાવતાર

Compare

Meet The Author

શ્રીરાધા અને શ્રીકૃષ્ણનું અભિન્ન સ્વરૂપ એટલે ‘શ્રીરાધા-માધવ યુગ્મસ્વરૂપ !’ આપણા પુરાણોએ અને ધર્મગ્રંથોએ રાધાને ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ અને અંગભૂતા કહ્યાં છે. શ્રી રાધિકાના માનવ-અવતારનું આધ્યાત્મિક અર્થઘટન અને મૂલ્યાંકન કરનાર અનેક સંતોએ પણ, શ્રીકૃષ્ણના શ્રીરાધા સાથેના અદૈહિક સંબંધોને અત્યંત ઉચ્ચ કોટિના અને ‘મહાભાવ-સ્વરૂપા’ દર્શાવ્યા છે. શ્રીરાધા આજીવન કૃષ્ણ-વિયોગિની જ નથી રહ્યાં; ઉગ્ર તપસ્વિની અને દિવ્ય યોગિનીરૂપે સંયમી જીવન જીવીને, પ્રેમલક્ષણા ભક્તિની સાક્ષાત્ મૂર્તિસ્વરૂપા બની રહ્યાં છે, એ એમના ‘અવતાર’ની એક આગવી વિશેષતા છે. પ્રેમ, ત્યાગ, તિતિક્ષા અને સમર્પણ એ શ્રીરાધાના સમગ્ર જીવનનો સાર છે. પ્રાચાર્યશ્રી ભોગીભાઈ શાહની ‘શ્રીરાધાવતાર’ નવલકથાનું આ જ પ્રાણતત્ત્વ છે.
ગુજરાતી નવલકથાક્ષેત્રે એક અભિનવ ભાત પાડતી શ્રી ભોગીભાઈની ધાર્મિક-મૌલિક નવલકથામાં નાયિકારૂપ શ્રીરાધાજીનું ચરિત્રચિત્રણ એટલું ઉચ્ચ કોટિનું નિરૂપાયું છે કે, આ મહાન દેવી અને શ્રીકૃષ્ણની બાલસખી વિશે સમાજમાં પ્રવર્તતી અનેક ગેરસમજો અને ભ્રામક માન્યતાઓ, આ નવલકથા વાંચ્યા પછી દૂર થઈ જાય છે, એટલું જ નહિ; જે રીતે, દિવ્ય હેતુ પુરઃસર ભગવાન શ્રીકૃષ્ણે આ અવનિ પર અવતાર ધારણ કર્યો તે જ રીતે, શ્રીરાધાજીએ પણ, પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવા માનવ-અવતાર ધારણ કર્યો હતો એ જાણીને હૃદય ગદ્ગદ્ થઈ જાય છે અને એટલે જ ગુજરાતી ભાષાની નવલકથાઓમાં પ્રિ. ભોગીભાઈ શાહની આ નવલકથાનો ઉમેરો મારે મન અત્યંત મૂલ્યવાન બની જાય છે.
પ્રિ. ભોગીભાઈ શાહ માતૃભાષાના સંનિષ્ઠ અધ્યાપક, લેખક અને કવિ પણ છે એ હકીકતની પ્રતીતિ આ નવલકથાનું જોડણી શુદ્ધ મુદ્રણ, શબ્દસામર્થ્ય, માંડણી અને પ્રત્યેક પ્રકરણને અંતે સારરૂપ મુક્તક વાંચતા વાંચતાં થયા વિના રહેતી નથી. એમની શબ્દોપાસના અને સંશોધનાત્મક અભિગમની સાથે એમની રાધા-ભક્તિ અને દૃષ્ટિસંપન્ન સંપાદનશક્તિનો એવો સુભગ સમન્વય થયો છે કે, પ્રથમ પ્રકરણથી જ પકડાઈ જતું સહૃદયથી ભાવકનું હૃદય, ચોવીસમા પ્રકરણે પહોંચતાં પહોંચતાં તો, શ્રીરાધાકથાની રસધારામાં તરબોળ થયા વિના રહી શકતું નથી.
મને શ્રદ્ધા છે કે શ્રીકૃષ્ણ અને શ્રીરાધાની ભક્તિના રંગે રંગાયેલી ગુજરાતની ધર્મપ્રિય જનતા માટે પ્રિ. ભોગીભાઈ શાહની આ નવલકથા એક ઉપકાર સાહિત્યિક પ્રદાન ગણાશે. ગુર્જરીના શબ્દ-મધુવનમાં ‘શ્રીરાધાવતાર’ના નવલ-પુષ્પને હું અંતરના ઉમળકાથી આવકારું છું.
– પ્રો. પ્રિયકાન્ત પરીખ

Reviews

There are no reviews yet.

Be the first to review “SHREE RADHAVATAR”

Your email address will not be published. Required fields are marked *

Open chat
Hello

Select at least 2 products
to compare