નવલ-ત્રયીનો ત્રિવેણી સંગમ
ગોલોકેશ્વરી, વૃંદાવનેશ્વરી, રાસેશ્વરી, નિત્ય-નિકુંજેશ્વરી શ્રીરાધારાણીની રસપ્રચૂર ભક્તિ ભાવનામાં રંગાઈ ગયેલા મારા સાક્ષર-સેવક આચાર્યશ્રી ભોગીલાલભાઈએ એમની આ ‘શ્રીબંસીઅવતાર’ નામક તૃતીય ધાર્મિક નવલકથાના સર્જન દ્વારા ‘નવલ-ત્રચીનો ત્રિવેણી-સંગમ’ રચ્યો છે જેને હું અંતરના ઉમળકાથી આવકારું છું.
એમની ષષ્ટિપૂર્તિથી માંડી આજદિન સુધીના સાહિત્ય-સર્જનનો હું પ્રત્યક્ષ સાક્ષી હોવાથી સગર્વ કહી શકું કે તેમણે સર્વ પ્રથમ ‘શ્રીરાધાવતાર’નું સર્જન કર્યું; જેણે દેશવિદેશના વૈષ્ણવજનોમાં એટલી અભૂતપૂર્વ લોકપ્રિયતા સંપન્ન કરી કે, અમેરિકાસ્થિત ભરૂચના એક વૈષ્ણવ પરિવારના હાર્દિક અનુરોધથી તેમને પુષ્ટિમાર્ગના આદ્યસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીની જીવનલીલા પર આધારિત દ્વિતીય ધાર્મિક નવલકથા ‘શ્રીવલ્લભાવતાર’ નું સર્જન કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ, જેને પુષ્ટિમાર્ગી વૈષ્ણવજનોએ હૃદયપૂર્વક વધાવી લીધી; અને હવે પોતે જેના ચુસ્ત અનુયાયી છે તે શ્રીરાધાવલ્લભ સંપ્રદાયના આધસ્થાપક આચાર્યચરણ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રીહિતહરિવંશ મહાપ્રભુજીની જીવનલીલાને અક્ષરબદ્ધ કરીને તેમણે આપણને ‘શ્રીબંસીઅવતાર’ નામનું આ તૃતીય નવલ-પુષ્પ પ્રદાન કર્યું જે ન કેવળ આવકારદાયક છે બલ્કે એટલું આહ્લાદક અને આકર્ષક છે કે, એમની અગાઉની બંને ધાર્મિક નવલકથાઓની શ્રેણીમાં તેનો ઉમેરો થતાં હું ગૌરવભેર કહી શકું કે તેમણે આ રીતે એક-એકને ટપી જાય એવી આ નવલ-ત્રયીનો અનેરો ત્રિવેણી-સંગમ રચ્યો છે!
મેં અગાઉ આચાર્યશ્રી ભોગીલાલભાઈ માટે જે કહ્યું છે તેને પુનઃ દોહરાવવાનું પ્રલોભન રોકી શક્તો નથી કે, જે રીતે આપણા મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીએ ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ રચીને અમર નામના સંપ્રાપ્ત કરી છે તે જ રીતે પ્રિ. ભોગીભાઈ શાહે પણ ‘શ્રીરાધાવતાર’; ‘શ્રીવલ્લભાવતાર’ અને ‘શ્રીબંસીઅવતાર’ એ ત્રણ ધાર્મિક નવલકથાઓના સર્જન દ્વારા યશોજ્જવલ કીર્તિ હાંસલ કરી છે.
– સ્વામીશ્રી મૃત્યુંજયાનંદજી
Original price was: ₹250.00.₹225.00Current price is: ₹225.00.

Reviews
There are no reviews yet.