પદ્મશ્રી ચંદ્રકાન્ત શેઠ દ્વારા સંપાદિતા આ પુસ્તક સુન્દરમની કવિતાના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે, જેમાં તેમના પ્રકૃતિ કાવ્યો, ભક્તિ કાવ્યો, પ્રેમ કાવ્યો, સામાજિક કાવ્યો અને ગીતોનો સમાવેશ થાય છે. આ સંગ્રહમાં તેમની કેટલીક સૌથી જાણીતી અને લોકપ્રિય રચનાઓનો સમાવેશ થાય છે, જે ગુજરાતી સાહિત્યમાં ક્લાસિક ગણાય છે. સુન્દરમની કવિતાઓની મુખ્ય વિશેષતા તેમની ભાષાની સરળતા, ઊંડાણ, ભાવવાહીતા અને લયાત્મકતા છે. તેઓ શબ્દોના માધ્યમથી ભાવકોના હૃદયને સ્પર્શી જાય તેવી ક્ષમતા ધરાવતા હતા. ચંદ્રકાન્ત શેઠ દ્વારા કરવામાં આવેલું સંકલન સુન્દરમની કવિતાના શ્રેષ્ઠતમ નમૂનાઓને એકસાથે રજૂ કરે છે, જેથી ભાવકો તેમની કાવ્યયાત્રાનો સંપૂર્ણ અનુભવ કરી શકે. આ પુસ્તક ગુજરાતી કવિતાના વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય વાચકો માટે એક અનિવાર્ય સંગ્રહ છે, જે સુન્દરમ્ની કાવ્યકલાને નજીકથી સમજવામાં મદદરૂપ થશે.
“Shabdani Sugandha” has been added to your cart. View cart
₹175.00 Original price was: ₹175.00.₹157.50Current price is: ₹157.50.
CHUNTELI KAVITA : SUNDARAM
ચૂંટેલી કવિતા: સુંદરમ્
Meet The Author
"1938ની 3 ફેબ્રુઆરીએ જન્મેલા વિદ્વાન લેખક શ્રી ચન્દ્રકાન્ત શેઠનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો અને જન્મસ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ ગામ. તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી માટે ‘ઉમાશંકર જોશી: સાહિત્યસર્જક અને વિવેચક’ એ વિષય પર મહાનિબંધ લખેલો. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠના અનુસ્નાતક વિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષપદે સેવા આપી 2 ફેબ્રુઆરી, 1998ના રોજ નિવૃત્ત થયા. હાલ તેઓ ‘ગુજરાતી વિશ્વકોશ’માં સહસંપાદક અને ગુજરાતી ‘બાળવિશ્વકોશ’માં મુખ્ય સંપાદકનું કાર્ય સંભાળી રહ્યા છે. ઉપરાંત ભાષાસાહિત્યના સંશોધનક્ષેત્રે માર્ગદર્શક (ગાઇડ) પણ રહી ચૂક્યા છે. ગુજરાતની તેમજ રાષ્ટ્રીય સ્તરની ઘણી સાહિત્યસંસ્થાઓમાં તેઓ પ્રવૃત્ત રહી ચૂક્યા છે. સાહિત્યક્ષેત્રે વિશાળ ફલક પર તેમનું નોંધપાત્ર પ્રદાન છે અને ઘણાં પારિતોષિકોથી પણ તેમને નવાજવામાં આવ્યા છે જેમકે કવિતા માટે ‘કુમાર’ ચંદ્રક (1964), ગુજરાત સાહિત્ય અકાદમીમાં 4 વખત પ્રથમ, 2 વખત દ્વિતિય અને એક વખત તૃતીય પારિતોષિક મળ્યા છે. ઉપરાંત, દિલ્હી સાહિત્ય અકાદમીએ તેમની કૃતિ ‘ધૂળમાંની પગલીઓ’ માટે 1986માં તેમને નેશનલ ઍવૉર્ડથી નવાજ્યા છે. આવા ઘણાં પારિતોષિકો જેવા કે ધનજી કાનજી સુવર્ણચંદ્રક’, ઉશનસ્ પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, જ્યોતિન્દ્ર હ. દવે પારિતોષિક, ગુ. સા. અકાદમીનો ગૌરવ પુરસ્કાર, આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા ઍવૉર્ડ વગેરે અને બીજા અનેક ઍવૉર્ડ્સ તેમની યશકલગીમાં શોભી રહ્યા છે.
વર્ષ 2025માં તેમને ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે."
BHAKTA KAVI SHRI NARSINH MAHETA
ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા
CHUNTELI KAVITA : PRAHLLAD PAREKH
ચૂંટેલી કવિતા: પ્રહ્લાદ પારેખ
KANT NO PURVALAP
કાન્તનો પૂર્વાલાપ
PRIYAKANT MANIYAR NA KAVYO
પ્રિયકાન્ત મણિયારનાં કાવ્યો
CHUNTELI KAVITA : ZAVERCHAND MEGHANI
ચૂંટેલી કવિતા: ઝવેરચંદ મેઘાણી
Related products
RAVJI PATEL NA KAVYO
રાવજી પટેલનાં કાવ્યો
JAYANT PATHAK NA KAVYO
ByUSHNAS

Reviews
There are no reviews yet.