Author

DAKSHA VYAS

"વ્યાસ દક્ષા બળવંતરાય (૨૬-૧૨-૧૯૪૧) : વિવેચક, જન્મ વ્યારામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં. ૧૯૬૨માં સુરતથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરુકૂળ મહિલા કૉલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩થી વ્યારા કૉલેજમાં ગુજરાતીમાં અધ્યાપક. ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન’ (૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે; તો ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧), ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન-વિવેચનના ધ્યાનપાત્ર ગ્રંથો છે. ઉક્ત શોધપ્રબંધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને પામવાની એમની અભ્યાસપૂત દ્રષ્ટિનું પ્રતિબિંબ ઝિલાયેલું જોવા મળે છે; ‘સૌંદર્યદર્શી કવિઓ’માં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનો ઉપરાંત પાછલા ત્રણની વિવેચનાનો પણ સવીગત આલેખ મળી રહે છે."

Open chat
Hello