કલ્પેશ પટેલની વાર્તાકલાની મુખ્ય વિશેષતા એ છે કે, તેઓ વૈશ્વિક સ્તરના વિષયોને સામાન્ય જનસમુદાય સમજી શકે તેવી સરળ ભાષાશૈલી અને અભિવ્યક્તિમાં રજૂ કરે છે. તેમની વાર્તાઓમાં ગ્રામજીવન અને નગરજીવન, મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, કોમી એખલાસ, અંધશ્રદ્ધા, નારીચેતના, જાતીયતા, ખેડૂત સંઘર્ષ અને દલિત સંવેદના જેવા વિવિધ વિષયોનો વ્યાપ જોવા મળે છે.
વરીષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે તેમ, તેઓ સુઘડ કથાનક ધરાવતી અને સરળતાથી કહી શકાય તેવી નક્કર વાર્તાઓ આપે છે; જે આદિ, મધ્ય અને અંતની ચોટદાર રચના ધરાવે છે તથા સમકાલીન સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. તેમની કૃતિઓ મૂલ્યનિષ્ઠા, ઉદ્દેશ્યનિષ્ઠા અને સમાજનિષ્ઠાથી સભર છે. તેમનું વિશાળ અનુભવવિશ્વ દર્શાવે છે કે તેઓ માત્ર લખવા ખાતર નહીં, પરંતુ સંવેદના બળકટ થયા પછી આંતરિક ધક્કો લાગતાં જ સર્જન કરે છે.
Original price was: ₹225.00.₹202.50Current price is: ₹202.50.

Reviews
There are no reviews yet.