New

Original price was: ₹750.00.Current price is: ₹675.00.

LOVE YOU ZINDAGI

લવ યુ જિંંદગી

9789378080272 ,

Meet The Author

‘Love You જિંદગી’
પૂર્ણતા તરફની આંતરિક યાત્રા

ભારતીય સંસ્કૃતિમાં ‘નવ’ નો અંક માત્ર એક ગણિતીય આંકડો નથી, પરંતુ અસ્તિત્વની પૂર્ણતાનું પરમ પ્રતીક છે. શક્તિની ઉપાસનાના નવરાત્રિના નવ દિવસ હોય, બ્રહ્માંડના નવ ગ્રહો હોય, જપમાળાના 108 મણકા (1+0+8=9) હોય કે પછી ગીતાના 18 અધ્યાય (1+8=9) હોય. આ બધું જ સરવાળે ‘નવ’ ના પૂર્ણત્વમાં વિરમે છે. માતાના ગર્ભમાં નવ મહિનાનો અંધકાર વેઠીને જ્યારે એક નવજાત બાળક જગતમાં પ્રવેશે છે, ત્યારે તે સાચા અર્થમાં નવસર્જનનો આવિષ્કાર બને છે. ભૂમિતિમાં વર્તુળનું સંપૂર્ણ ચક્ર પણ 360° (3+6+0=9) માં જ પૂરું થાય છે.
આ પુસ્તક ‘Love You જિંદગી’ પણ માત્ર શબ્દોનો અર્થહીન સમૂહ નથી, પરંતુ ચેતનાના ઉર્ધ્વીકરણની એક જીવંત યાત્રા છે. આ ગ્રંથમાં આલેખાયેલા 63 પ્રકરણોનો સરવાળો (6+3=9) પણ ‘નવ’ જ થાય છે. આ 63 અધ્યાયો જીવનના નવ રંગો, નવ અજાણ્યા પડાવો અને આંતરિક અનુભૂતિઓનો ઊંડો નિચોડ છે. પૂર્ણતાથી શરૂ થઈને પૂર્ણતા તરફ પાછા ફરવાની આ યાત્રા એટલે પોતાની જાતને અને જીવનને નવેસરથી પ્રેમ કરવાનું એક હાર્દિક નિમંત્રણ. આ પુસ્તક તમને તમારી જ ભીતર છુપાયેલા એક અફાટ બ્રહ્માંડનો પરિચય કરાવશે.

~ રાકેશ પટેલ
ફાઉન્ડર ‘મંતવ્ય ન્યૂઝ’

Reviews

There are no reviews yet.

Be the first to review “LOVE YOU ZINDAGI”

Your email address will not be published. Required fields are marked *