૨૧મી સદી એ જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. આ સદીમાં અનેક વિષયોમાં સંશોધનો થયાં છે. જ્ઞાન-વિજ્ઞાનની વિવિધ શાખાઓ ખૂલી છે અને તે અંગેની અવનવી માહિતી મેળવવા માટે એન્સાઇક્લોપીડિયા – જ્ઞાનકોશની મદદ લેવી એ જ ઉત્તમ માર્ગ છે. વિશ્વની અનેક ભાષાઓમાં આવા એન્સાઇક્લોપીડિયા છે અને તે બાળ-કિશોરોથી લઈને મોટેરાંઓ, સૌને ઉપયોગી નીવડે છે.
બાળ-કિશોરોમાં પ્રારંભથી જ વૈજ્ઞાનિક અભિગમ ખીલે-વિકસે તેવા શુભાશયથી શબ્દલોક પ્રકાશન દ્વારાઅલગ અલગ ૪૦ જેટલા વિષયોને લઈને સૌપ્રથમ વખત ગુજરાતી ભાષામાં આ પ્રકારનો મલ્ટીકલર ‘અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયા’ તૈયાર કરવામાં આવેલ છે.
આ ૪૦ પુસ્તકોની શ્રેણીમાં વિશ્વભરના જ્ઞાનનો ભંડાર છે. એમાં વિશ્વના અનેક વિષયોને સમાવી લઈ તેમનો પ્રમાણભૂત પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે. સૌને એમની જ્ઞાનયાત્રામાં આ ગ્રંથશ્રેણી માર્ગદર્શક મિત્રની ગરજ સારશે એ શ્રદ્ધા છે.
“SANGIT, NRUTYA ANE RANGBHUMI” has been added to your cart. View cart
Meet The Author
Be the first to review “JUNGALO” Cancel reply

Reviews
There are no reviews yet.