આ પુસ્તકમાં સમાવેલ દસ વાર્તાઓમાં સ્ત્રીઓની અલગ-અલગ સમસ્યાઓ, સંવેદના, સંઘર્ષ, અત્યાચાર… વગેરે બાબતોને સર્જકોએ રજૂ કરી છે. આ વાર્તામાંથી પસાર થતાં આપણા મનમાં માનવીય સંવેદનો જાગ્રત થાય, એેને વ્યક્તિ તરીકે ગણીને એના સમર્પણની કદર થાય, સમાજમાં સમભાવ પેદા થાય, તો સાચા અર્થમાં આ વાર્તાઓ અને સર્જકની સર્જકતા સાર્થક થશે. આ દસ વાર્તાકારોની વાર્તાઓ ઉપરાંત નારીકેન્દ્રી વાર્તાઓ પ્રત્યેક તબક્કે લખાતી આવી છે. પરંપરાગત વાર્તાકારો સર્વ શ્રી ધૂમકેતુ, દ્વિરેફ, ઝવેરચંદ મેઘાણી, સુન્દરમ્, પન્નાલાલ પટેલ, જયંતિ દલાલ, જયંત ખત્રી, જેવા વાર્તાકારો નારીકેન્દ્રી વાર્તાઓના સર્જનમાં પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. ૧૯૮૦ પછી ઉદ્ભવેલી અનુઆધુનિક વાર્તામાં આપણને નારીકેન્દ્રી વાર્તાના ઉત્તમ નમૂના સાંપડ્યા છે. એમાંય સ્ત્રી વાર્તાકારોએ નારીકેન્દ્રી વાર્તાઓ લખવામાં વિશેષત: ધ્યાન ખેંચ્યું છે. હિમાંશી શેલત, વર્ષા અડાલજા, અંજલિ ખાંડવાળા, પારુલ કંદર્પ દેસાઇ, ઉપરાંત સરોજ પાઠક, ધીરુબહેન પટેલ, બિન્દુ ભટ્ટ, પારુલ બારોટ, પન્ના ત્રિવેદી, લતા હિરાણી, ગિરિમા ઘારેખાન જેવાં અનેક સ્ત્રી વાર્તાકારોએ પોતાનું યોગદાન આપ્યું છે. અનુઆધુનિક વાર્તાના મહત્ત્વના પરિબળ તરીકે નારીકેન્દ્રી વાર્તાઓએ ભરેલી હરણફાળ સર્જનાત્મક સ્તરે પણ નવાંનોખાં પરિમાણો સિદ્ધ કરી શકી છે.
₹200.00
DAS NARIKENDARI VARTAO
દસ નારીકેન્દ્રી વાર્તાઓ
Meet The Author
No products were found matching your selection.
Reviews
There are no reviews yet.