Author

DALE CARNEGIE

"ડેલ કાર્નેગીનો જન્મ અમેરિકાના મિઝોરીમાં થયો હતો. તેઓ એક ગરીબ ખેડૂતના બીજા નંબરના સંતાન હતા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કૉલેજનો અભ્યાસ કરી શક્યા નહોતા. જોકે સ્થિતિને શરણે થવાનું તેમના સ્વભાવમાં જ નહોતું અને તેથી જ તેમણે જાહેરમાં ભાષણ આપવાની કળા શીખી લીધી. આ કળાએ તેમને લઘુતાગ્રંથિમાંથી તો મુક્ત કર્યા એટલું જ નહિ, પરંતુ તેમની પ્રતિભાના અન્ય પાસાંનો પણ વિકાસ કર્યો. તેમણે ‘How to Win Friends and Influence People’ પુસ્તક લખ્યું અને 1936માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થવા સાથે જ તે વિશ્વનું બેસ્ટસેલર પુસ્તક બની ગયું. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં આ પુસ્તકનો અનુવાદ પ્રગટ થયો છે અને પાંચ કરોડ કરતાં વધુ નકલોનું વેચાણ થયું છે. ડેલ કાર્નેગી જીવનપ્રેરક પુસ્તકોના મસીહા ગણાય છે. દાયકાઓ પછી હજુ પણ તેમના પુસ્તકો બેસ્ટસેલરની યાદીમાં સમાવેશ પામે જ છે અને કરોડો લોકો તેમના પુસ્તકોમાંથી પ્રેરણાનું અમૃતપાન કરી જીવન સફળ બનાવી રહ્યા છે."

Author's books

Open chat
Hello