શું તમે તમારા બાળકને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાનું જ્ઞાન આપવા માગો છો? શું તમે તમારા બાળકને ન્યાય અને અન્યાય વચ્ચેનો તફાવત સમજાવવા માગો છો?
જો તમારો જવાબ ‘હા” છે તો તેને માટે ‘સચિત્ર મહાભારતગાથા’ આદર્શ પુસ્તક છે.
‘મહાભારત’ની આખી કથાને અહીં અત્યંત સરળ અને સાદી ભાષામાં રજૂ કરવામાં આવી છે. પુસ્તકની શૈલી ઘણી જ રોચક છે. દરેક પ્રકરણમાં એક આકર્ષક ચિત્ર મૂકવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં મનોરંજનની સાથે મનોમંથન છે. કથાની સાથે બોધ છે જે તમારા બાળકને સંસ્કારનું ઉત્તમ ભાતું પૂરું પાડશે.
શ્રીકૃષ્ણની અમૃતવાણી, યુધિષ્ઠિરની સત્યનિષ્ઠા, ભીમનું પરાક્રમ, અર્જુનની જિજ્ઞાસા અને દ્રૌપદીની તેજસ્વિતા… આ પુસ્તકના પાને પાને નજરે પડે છે.
તમારા બાળકની કલ્પનાશક્તિને ઊંચે લઈ જવા અને તેને કર્તવ્યનો બોધ આપવા આજે જ આ પુસ્તકપુષ્પની ભેટ આપો.
Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00.

Reviews
There are no reviews yet.