પુરાતન કાળના હિંદુઓ કેવળ ગૂઢ રહસ્યોના ચિંતનમાં રચ્યાપચ્યા રહેનારા અને આ ભૌતિક જગતના પ્રશ્નોથી વિમુખ રહેનારા માત્ર આધ્યાત્મિક જીવો નહોતા. ભારતવર્ષે પણ નેપોલિયન અને શાર્લમેન જેવા વીરો તથા બિસ્માર્ક અને મેકિયાવેલી જેવા મુત્સદ્દીઓ જોયા છે.પરંતુ ભારતીય ઇતિહાસની ખરી રમણીયતા વિશ્વસત્તાની લાલસા રાખનારા આ મહત્ત્વાકાંક્ષી શાસકોમાં નથી, પરંતુ તેના ‘શાંતિપ્રિય અને લોકહિતકારી સામ્રાજ્યવાદ’માં રહેલી છે માનવ ઇતિહાસમાં આ બાબત ભારતને એક અલગ શિખર પર મૂકે છે. ભારતીય સંસ્કૃતિના વાહકોએ તલવાર કે બંદૂકના નાળચે નહીં, પણ પોતાની ઉત્કૃષ્ટ સંસ્કૃતિ અને ધર્મના ઉમદા મૂલ્યો થકી વિશ્વમાં સ્થાન જમાવ્યું. વિશેષ તો બૌદ્ધ યુગની વિચારધારાએ સમગ્ર વિશ્વને ઘેલું લગાડ્યું છે. ફ્રેન્ચ વિદ્વાનોએ સુદૂર પૂર્વ (Far East)માં આવેલા ભારતીય સંસ્કૃતિના ભવ્ય સ્મારકોના સંશોધન અને અધ્યયનમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
– સિલ્વીયન લેવી (ફ્રેન્ચ પ્રાચ્યવાદી)

Reviews
There are no reviews yet.