Shop

  • Home

700.00

PAURANIK KATHA KOSH (PART: 1 TO 2)

પૌરાણિક કથાકોશ (ભાગ:૧ થી ૨)

9788193348802

Meet The Author

"દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ‘બુલબુલ’ જન્મ સુરતમાં. ૧૮૮૭માં પૂનાની કૉલેજ ઑવ સાયન્સમાં જોડાયા. રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક અને પછી ઉપાચાર્ય. ૧૮૯૬માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ-ગમન. ત્યાં બાર એટ લૉની ઉપાધિ પણ મેળવી. અમદાવાદમાં વકીલાત. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલો. રૉયલ એશિયાટિક સોસાયટીના માનાર્હ સભ્ય. રાજકોટની લૅન્ગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમના સેક્રેટરી. પંડિતયુગમાં મણિલાલ દ્વિવેદી અને બાલારામ ઉલ્લાસરામ કંથારિયાના ગઝલસંસ્કાર ઝીલીને સરલ તળપદી ભાષામાં દલપતરીતિએ પોતીકી લોકભોગ્ય રચનાઓ ઉતારનારા આ કવિનાં ‘ચેમલી’ અને ‘બુલબુલ’ (૧૮૮૩) મહત્વનાં સળંગ કાવ્યો છે. ‘ચમેલી’ પંદર ખંડોમાં વિભક્ત સળંગ હરિગીતમાં ત્રણસો પંક્તિનું કાવ્ય છે; તો ‘બુલબુલ’માં હરિગીત સાથે દોહરાનું મિશ્રણ કર્યું છે અને તેર અસમ ખંડોમાં એ ચારસો પંક્તિમાં રચાયું છે. ‘હરિધર્મશતક’ (૧૮૮૪) ની બસો પંક્તિઓમાં, ધર્મગ્રંર્થોનાં અનિષ્ટ તત્વોનો ઉપહાસ કર્યો છે. ‘અમારાં આંસુ’ (૧૮૮૪) અને ‘મધુભૂત’ પણ એમનાં કાવ્યો છે. ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧) એ એમનું સુપ્રતિષ્ઠ વિવેચન છે. એમાં ૧૮૫૦ થી ૧૯૧૦ સુધીના ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક સમીક્ષા કરવાનો પહેલો પ્રયત્ન છે. ‘કાન્હદેપ્રબંધ’ નું ટિપ્પણ સહિત સંપાદન (૧૯૧૩) અને એનો સુગમ્ય પદ્યાનુવાદ (૧૯૨૪ ? ૧૯૩૪ ? ૧૯૩૬ ?) નોંધપાત્ર છે. મરાઠી પર આધારિત ‘પૌરાણિક કોશ’ અને ‘ભૌગોલિક કોશ’ તથા રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો તેમ જ ‘રણજિતસિંહ’ (૧૮૯૫) અને ‘શહેનશાહ પંચમજ્યોર્જ’ (૧૯૩૦) જેવા અનુવાદગ્રંથો પણ એમના નામે છે"

Reviews

There are no reviews yet.

Be the first to review “PAURANIK KATHA KOSH (PART: 1 TO 2)”

Your email address will not be published. Required fields are marked *

Open chat
Hello